સિદ્ધપુરના પુનાસણમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી
પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના પુનાસણ ગામે 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકારના ગ્રાહક બાબતો વિભાગ અને પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ શેઠ એમ.એ. ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગ્રાહક જાગૃત
પુનાસણમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી


પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના પુનાસણ ગામે 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકારના ગ્રાહક બાબતો વિભાગ અને પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ શેઠ એમ.એ. ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમની શરૂઆત ગામમાં ગ્રાહક જાગૃતિ રેલીથી થઈ, જેમાં સૂત્રોચ્ચાર દ્વારા ગ્રામજનોને છેતરપિંડી સામે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી. ભારત સરકારની 2025ની થીમ “ડિજિટલ ન્યાય દ્વારા કાર્યક્ષમ અને ઝડપી નિકાલ” પર વિશેષ ભાર મૂકાયો.

શાળાના હોલમાં યોજાયેલા સેમિનાર અને વર્કશોપમાં તજજ્ઞોએ ઓનલાઈન ખરીદીની સાવચેતીઓ અને ડિજિટલ માધ્યમથી ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરવાની પ્રક્રિયા સમજાવી. સાથે ચિત્ર અને નિબંધ સ્પર્ધાઓ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

જિલ્લા મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન કચેરી, પાટણ અને ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર, સિદ્ધપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમનો હેતુ ગામડાઓ સુધી ગ્રાહક અધિકારોનો પ્રચાર અને ડિજિટલ યુગમાં ઝડપી નિવારણની કાનૂની જાણકારી પહોંચાડવાનો હતો. કાર્યક્રમમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિઓ હાજર રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande