પોરબંદરના 'વોકલ ફોર લોકલ' મેળામાં પ્રાકૃતિક ઉત્પાદનોને મળ્યું યોગ્ય પ્લેટફોર્મ
પોરબંદર, 24 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્યમાં શરૂ કરવામાં આવેલી પ્રાકૃતિક કૃષિની ઝુંબેશ આજે એક વટવૃક્ષ બની રહી છે. રાજ્ય સરકારના સક્રિય પ્રોત્સાહન અને માર્ગદર્શન હેઠળ ખેડૂતો હવે રાસાયણિક ખેતીનો ત્યાગ કરી ગાય આધારિ
પોરબંદરના 'વોકલ ફોર લોકલ' મેળામાં પ્રાકૃતિક ઉત્પાદનોને મળ્યું યોગ્ય પ્લેટફોર્મ.


પોરબંદર, 24 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્યમાં શરૂ કરવામાં આવેલી પ્રાકૃતિક કૃષિની ઝુંબેશ આજે એક વટવૃક્ષ બની રહી છે. રાજ્ય સરકારના સક્રિય પ્રોત્સાહન અને માર્ગદર્શન હેઠળ ખેડૂતો હવે રાસાયણિક ખેતીનો ત્યાગ કરી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે, જેના પરિણામસ્વરૂપ ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સાથે જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહી છે.

તાજેતરમાં પોરબંદર ખાતે આયોજિત 'વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ સમીટ' (કચ્છ-સૌરાષ્ટ્ર રીજન) અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં 'વોકલ ફોર લોકલ' મેળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં સ્થાનિક સ્તરે તૈયાર થતી ચીજ વસ્તુઓ અને પ્રાકૃતિક ઉત્પાદનોને યોગ્ય બજાર અને પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો.

આ પ્રદર્શનમાં પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના જુણેજા ગામના બે પ્રગતિશીલ ખેડૂતો, ભાવેશભાઈ ગઢિયા અને વિરમભાઈ જાડેજાને સરકાર દ્વારા વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ દ્વારા આ ખેડૂતોએ તેમના ખેતરમાં તૈયાર થયેલા પ્રાકૃતિક ઉત્પાદનો સીધા જ લોકો સમક્ષ પ્રદર્શિત કર્યા હતા. ખેડૂતોએ યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારની આ સિદ્ધિ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વનું ડગલું સાબિત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande