લાઠી તાલુકાના શેખપીપરીયા–ગળકોટડી રોડને, રીસર્ફેસિંગ માટે રૂ. 3 કરોડની મંજૂરી, ધારાસભ્ય જનક તળાવીયાના પ્રયાસોથી વિકાસને વેગ
અમરેલી,24 ડિસેમ્બર (હિ.સ.) લાઠી–બાબરા પંથકના ધારાસભ્ય જનક તળાવીયાના સઘન પ્રયાસોના પરિણામે લાઠી તાલુકાના શેખપીપરીયા અને બાબરા તાલુકાના ગળકોટડી ગામને જોડતા મહત્વપૂર્ણ માર્ગના રીસર્ફેસિંગ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 3 કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર કરવામા
લાઠી તાલુકાના શેખપીપરીયા–ગળકોટડી રોડને રીસર્ફેસિંગ માટે રૂ. 3 કરોડની મંજૂરી, ધારાસભ્ય જનક તળાવીયાના પ્રયાસોથી વિકાસને વેગ


અમરેલી,24 ડિસેમ્બર (હિ.સ.) લાઠી–બાબરા પંથકના ધારાસભ્ય જનક તળાવીયાના સઘન પ્રયાસોના પરિણામે લાઠી તાલુકાના શેખપીપરીયા અને બાબરા તાલુકાના ગળકોટડી ગામને જોડતા મહત્વપૂર્ણ માર્ગના રીસર્ફેસિંગ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 3 કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ રોડને લઈ સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી, જે હવે દૂર થવાની આશા જાગી છે.

શેખપીપરીયા–ગળકોટડી રોડ આસપાસના અનેક ગામો માટે મુખ્ય પરિવહન માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. ખરાબ માર્ગના કારણે રોજિંદી અવરજવર, ખેતીલક્ષી વાહનવ્યવહાર તેમજ શાળાના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી હતી. આ બાબત ધારાસભ્ય જનક તળાવીયાના ધ્યાન પર આવતા તેમણે તાત્કાલિક રાજ્ય સરકાર અને માર્ગ તથા મકાન વિભાગમાં અસરકારક રજૂઆત કરી હતી.

ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. 3 કરોડની ગ્રાન્ટ ફાળવી રોડનું સંપૂર્ણ રીસર્ફેસિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામ પૂર્ણ થતા માર્ગની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે અને વાહન વ્યવહાર વધુ સુગમ બનશે.

આ અંગે ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું કે, આ રોડનું કામ પૂર્ણ થતાં શેખપીપરીયા, ગળકોટડી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોને મોટો લાભ મળશે. આ વિકાસાત્મક નિર્ણયથી સમગ્ર પંથકમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande