સિદ્ધપુરની યુનિવર્સલ પબ્લિક સ્કૂલના પ્રી-પ્રાયમરી વિભાગમાં તુલસી પૂજન દ્વારા સંસ્કાર અને પર્યાવરણ જાગૃતિ
પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરની યુનિવર્સલ પબ્લિક સ્કૂલના પ્રી-પ્રાયમરી વિભાગ દ્વારા 24 ડિસેમ્બર, 2025ના રોજ તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન કરવો અને પર્યાવરણ પ્
સિદ્ધપુરની યુનિવર્સલ પબ્લિક સ્કૂલના પ્રી-પ્રાયમરી વિભાગમા તુલસી પૂજન દ્વારા સંસ્કાર અને પર્યાવરણ જાગૃતિ


પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરની યુનિવર્સલ પબ્લિક સ્કૂલના પ્રી-પ્રાયમરી વિભાગ દ્વારા 24 ડિસેમ્બર, 2025ના રોજ તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન કરવો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વિકસાવવાનો હતો. શાળાના નાના બાળકોએ શિક્ષિકાઓના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત વિધિ મુજબ તુલસીના છોડનું પૂજન કર્યું અને ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો.

આ પ્રસંગે શિક્ષિકાઓએ બાળકોને તુલસીના ધાર્મિક તેમજ ઔષધીય મહત્વ વિશે સરળ અને રસપ્રદ રીતે સમજાવ્યું. નાનપણથી જ સંસ્કાર, પ્રકૃતિ અને પરંપરાઓ સાથે જોડવાનો શાળાનો આ સકારાત્મક પ્રયાસ પ્રશંસનીય રહ્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande