
પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.)રાધનપુરમાં પુત્રીને તેડી જવાની બાબતે પારિવારિક વિવાદ ઉભર્યો હતો, જેમાં જમાઈ પાર્થભાઈ પંડ્યા પર તેમના સસરા અને ત્રણ અજાણ્યા શખ્સોએ લોખંડની પાઈપથી હુમલો કર્યો. આ મામલે રાધનપુર પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
ફરિયાદી પાર્થભાઈ નારણભાઈ પંડ્યા ગત 22 ડિસેમ્બર, 2025 ના રોજ સમી ખાતે સાઈટ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે તેમના સસરા ભગવાનભાઈ ઉર્ફે નટુલાલ રાવલે તેમને રાધનપુરની રાખવજી હોટલ પાસે આવેલા અમી સ્પેરપાર્ટની દુકાને બોલાવી, સામાજિક વાતચીત માટે બોલાવ્યા.
પ્રથમ વિવાદ દરમ્યાન સસરાએ તેમની પુત્રી (પાર્થભાઈની પત્ની) અઢી મહિનાના ગર્ભ સાથે હોવાને લઈને ઝઘડો શરૂ કર્યો. આ દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો લોખંડની પાઈપ સાથે આવ્યા અને ભગવાનભાઈને પાઈપ આપી, બાદમાં ચારેય શખ્સોએ પાર્થભાઈ પર હુમલો કર્યો. તેમને ડાબા-જમણા પગના ઘૂંટણ, બરડાના ભાગે અને હાથમાં ઈજા પહોંચી.
આમ બૂમાબૂમ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને પાર્થભાઈને વધુ માર ખાતા બચાવ્યા. તેમને તાત્કાલિક રાધનપુર મારુતિ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં બંને હાથે ઈજા થતા સહી કરવી શક્ય નહોતી. રાધનપુર પોલીસ વધુ તપાસ સાથે ગુનો નોંધીને કાર્યવાહી કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ