રાજ્ય સરકારના ‘સશક્ત નારી મેળા’ થકી સખી મંડળની બહેનો બની આત્મનિર્ભર
પોરબંદર, 24 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકારની નારી સશક્તિકરણની નીતિના પરીણામે આજે અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે. આજ પહેલને અનુસંધાને મહિલાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવાના ઉમદા હેતુથી પોરબંદર ખાતે ‘સશક્ત નારી મેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ
રાજ્ય સરકારના ‘સશક્ત નારી મેળા’ થકી સખી મંડળની બહેનો બની આત્મનિર્ભર.


રાજ્ય સરકારના ‘સશક્ત નારી મેળા’ થકી સખી મંડળની બહેનો બની આત્મનિર્ભર.


રાજ્ય સરકારના ‘સશક્ત નારી મેળા’ થકી સખી મંડળની બહેનો બની આત્મનિર્ભર.


પોરબંદર, 24 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકારની નારી સશક્તિકરણની નીતિના પરીણામે આજે અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે. આજ પહેલને અનુસંધાને મહિલાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવાના ઉમદા હેતુથી પોરબંદર ખાતે ‘સશક્ત નારી મેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળો પોરબંદર જિલ્લાની અનેક મહિલાઓ માટે સ્વરોજગારીનું સબળ માધ્યમ સાબિત થયો છે, જેમાં મારુતિ સ્વસહાય જૂથના વિજયાબેન થોમસની સફળતાની કહાની અન્યો માટે પ્રેરણારૂપ બની છે.

વિજયાબેન થોમસ અને તેમના જૂથ દ્વારા વાંસ, લાકડું અને વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. વિજયાબેન જણાવે છે કે, “અમે બકલ, ઢીંગલીઓ, ફોટો ફ્રેમ અને વાંસની અંદાજે 150થી વધુ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. સરકાર દ્વારા અમને મેળામાં વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે, જેના કારણે અમારા વેચાણમાં મોટો ઉછાળો આવ્યો છે.”

બોટલની અંદર જહાજ બનાવવાની વિજયાબેનની દુર્લભ કલાની કદર રૂપે સરકાર દ્વારા તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે જ સરકાર દ્વારા તેમને રૂ. 1,00,000 (એક લાખ) ની પ્રોત્સાહક આર્થિક સહાય પણ આપવામાં આવી છે. આ સહાયનો ઉપયોગ કરીને તેઓ પોતાના વ્યવસાયને વધુ આધુનિક અને મોટો બનાવી શક્યા છે.

સરકારની વિવિધ લોન યોજનાઓ અને મેળા જેવા પ્લેટફોર્મ વિશે વાત કરતા વિજયાબેન ઉમેરે છે કે, “અગાઉ આર્થિક ખેંચતાણ રહેતી હતી, પરંતુ હવે આ વ્યવસાય અને સરકારી સહાયથી અમારા ઘરનું ગુજરાન સારી રીતે ચાલે છે. એટલું જ નહીં, આ આવકમાંથી હું મારા બાળકોને સારું શિક્ષણ અપાવી શકું છું.”

આ પ્રકારના પ્રશંસનીય પ્રયાસોને કારણે આજે નારી શક્તિ માત્ર ઘર પૂરતી સીમિત ન રહીને ઉદ્યોગ સાહસિક બની રહી છે. આ મેળો સાચા અર્થમાં ‘સશક્ત નારી, સશક્ત ભારત’ના સંકલ્પને ચરિતાર્થ કરી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande