



પોરબંદર, 24 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર મા મહાનગરપાલિકાના તંત્રએ મીઠાઈ ફરસાણ સહિત ના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરીને 15 કિલો અખાદ્ય સામગ્રી કબજે કરીને નાશ કર્યો હતો તથા ચાલીસ ધંધાર્થીઓને દંડ પણ ફટકાર્યો હતો.
પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કિંમશનર ની સુચનાનુસાર આરોગ્ય વિભાગ દ્વારા, ચાલુ માસ દરમ્યાન શહેરના નવા ફુવારા, એસ.ટી. સામે, રાણીબાગ, જયુબેલી રોડ, એસ.વી.પી.રોડ, માણેકચોક, છાયા ચોકી રોડ, એમ.જી.રોડ વિગેરે વિસ્તારમાં રેસ્ટોરન્ટ, નાસ્તાગૃહ, ભોજનાલય, મીઠાઈ ફરસાણ, ફાસ્ટફુડની દુકાનના ધંધાર્થીઓનું ચેકીંગ કરવામાં આવેલ અને ફુડ સેફટીના નિયમોનું પાલન કરવા સુચના આપવામાં આવેલ છે. અને આ ધંધાર્થીઓના ચેકીંગ કરતા કુડ સેફટી અંગેનું પાલન થતું ન હોય તેવા 40 ધંધાર્થીઓ લારી, દુકાનદારો તથા રેસ્ટોરન્ટના સંચાલકો પાસેથી રૂા.11,500/- નો વહીવટી ચાર્જ વસુલ કરેલ તથા ચેકીંગ દરમ્યાન વાસી બાફેલા બટેટા, મકાઈ, સ્પ્રીંગરોલ, મંચુરીયન, મીઠાઈનો કુલ ૧૫ કિલો જથ્થો નાશ કરેલ અને ખાદ્યપદાર્થના કુલ 10 નમુનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya