બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં, વલસાડમાં VHP અને બજરંગ દળે સરકારના પૂતળાનું દહન કર્યું
વલસાડ, 24 ડિસેમ્બર (હિ.સ.)-બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર સતત થઈ રહેલા અત્યાચારના બનાવોને લઈ વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના જાહેર સ્થળે મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા હત
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં, વલસાડમાં VHP અને બજરંગ દળે સરકારના પૂતળાનું દહન કર્યું


વલસાડ, 24 ડિસેમ્બર (હિ.સ.)-બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર સતત થઈ રહેલા અત્યાચારના બનાવોને લઈ વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના જાહેર સ્થળે મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા હતા અને બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ બાંગ્લાદેશ સરકારના પૂતળાનું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા, તોડફોડ અને અત્યાચારના બનાવો વધી રહ્યા છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. તેમણે ત્યાંના હિન્દુઓને સુરક્ષા મળે અને આવા બનાવો તાત્કાલિક બંધ થાય તેવી માંગ કરી હતી.

આ વિરોધ કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. VHP અને બજરંગ દળના કાર્યકરોએ કેન્દ્ર સરકારને પણ આ મુદ્દે બાંગ્લાદેશ સરકાર સામે કડક પગલાં લેવા અપીલ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande