
જામનગર, 24 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડતોના પાકને નુકસાન સંદર્ભ તંત્ર દ્વારા સર્વે બાદ જુદા જુદા તાલુકાના કુલ 1,41,353 ખેડુતોએ સહાય માટે અરજીઓ કરી હતી. જે પૈકી 1,39,996 અરજીઓ મંજુર થઈ છે. જેના પેટે કુલ 427 કરોડનું ચુકવણુ કરવાનું છે જે પૈકી વર્તમાન સ્થિતિએ 1,10,686 ખેડૂતોના ખાતામાં 380 કરોડ જેવી રકમ પણ ડીબીટી માધ્યમથી જમા થઈ ચુકયાનુ ખેતીવાડી વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું. જયારે બાકી રકમ સંદર્ભે પ્રતિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
જામનગર જિલ્લામાં ઓક્ટોબર માસના ગત કમોસમી ધરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન થયાનુ સામે આવ્યુ હતુ.જે સાથે જ જિલ્લાના ખેતીવાડી વિભાગની જુદી જુદી 332 ટીમો દ્વારા 417 ગામોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સાથે નુકશાન સંબંધિત રીપોર્ટ પણ તૈયાર કરી સુપરત કરાયો હતો. જે બાદ તંત્ર દ્વારા ગત નવેમ્બર માસથી રાહત સહાય મેળવવાની અરજીઓ પોર્ટલ મારફતે સ્વીકારવાનો પ્રારંભ કરાથી હતો.
જેની પાંચમી ડીસે.ના રોજ મુદત પુર્ણ થતા જિલ્લાના 1,41,353 ખેડૂતોએ અરજી કરી હતી. સમગ્ર પ્રક્રિયા બાદ હાલ સુધીમાં 1,39,996 અરજીઓ મંજુર થઈ છે. જિલ્લાના 6 તાલુકાના ખેડૂતોની મંજુર અરજીઓ સંદર્ભે કુલ 427 કરોડનુ ચુકવણુ થનાર છે. જેમાંથી વર્તમાન સ્થિતિએ મંગળવાર બપોર સુધીમાં 1,10,686 ખેડૂતોના ખાતામાં અંદાજીત 380 કરોડ જેટલી રકમ પણ ડીબીટીના માધ્યમથી જમા થઈ ચુકી હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt