રાજ્ય સરકાર દ્વારા સશક્ત નારી મેળામાં નિઃશુલ્ક સ્ટોલ ફાળવતા અમને પ્રોત્સાહન મળ્યું છે – ચેતના અનિશ રાચ્છ
સોમનાથ 25 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથના વેરાવળ ખાતે યોજાય રહેલા “સશક્ત નારી મેળા“માં પોતાના હાથ બનાવટની ચીજવસ્તુઓ વેચવા માટે આવેલી સ્વ-સહાય જૂથની મહિલાઓને નિઃશુલ્ક સ્ટોલ તેમજ જમવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. આવા જ વેરાવળ કોટેજ વિભાગ હેઠળ નોંધાય
મેળામાં નિઃશુલ્ક સ્ટોલ ફાળવતા અમને પ્રોત્સાહન મળ્યું છે


સોમનાથ 25 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથના વેરાવળ ખાતે યોજાય રહેલા “સશક્ત નારી મેળા“માં પોતાના હાથ બનાવટની ચીજવસ્તુઓ વેચવા માટે આવેલી સ્વ-સહાય જૂથની મહિલાઓને નિઃશુલ્ક સ્ટોલ તેમજ જમવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.

આવા જ વેરાવળ કોટેજ વિભાગ હેઠળ નોંધાયેલા એન્ઝયુમ નેક્ષ્ટ નામના એક સ્ટોલધારક ચેતના અનિશ રાચ્છે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સશક્ત નારી મેળામાં નિઃશુલ્ક સ્ટોલ ફાળવતા અમને પ્રોત્સાહન મળ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની નાના-નાની બાબતોની પણ કાળજી રાખવામાં આવે છે. જેના કારણે મારા જેવી અનેક મહિલાઓને બળ મળે છે. તેનાથી એક હૌસલો મળે છે કે અમે પણ કંઇક કરી શકીશું.

રાજ્ય સરકાર દ્વારા રિવોલ્વિંગ ફંડ તેમજ બેન્કમાંથી ધિરાણ-સહાય જેવી નાણાકીય મદદ પણ પુરી પાડવામાં આવે છે. જેના કારણે અમારામાં એક વિશ્વાસનું નિર્માણ થાય છે.

અહીં યોજાયેલા મેળામાં હું મહિલાઓને લગતા કપડાઓનું વેચાણ કરૂ છું. સમયે-સમયે યોજાતા આ પ્રકારના મેળાના કારણે અમને અમારૂ ઉત્પાદન વેચવાનો અવસર મળે છે. તે સાથે-સાથે નવા નવા ગ્રાહકો અને વેપારીઓ સાથે પરિચય થાય છે. જેથી ભવિષ્યમાં અમારો ધંધો વિકસિત કરવાની સંભાવનાઓ વધી જાય છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande