
મહેસાણા,25 ડિસેમ્બર (હિ.સ.)
મહેસાણા ખાતે “જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોને સીધા સાંભળી સમયસર અને અસરકારક રીતે તેનો ઉકેલ લાવવાનો રહ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં વિવિધ વિભાગોને લગતા કુલ 72 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
રજૂ થયેલ પ્રશ્નોમાં જમીન, માર્ગ, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ તેમજ અન્ય લોકલક્ષી મુદ્દાઓનો સમાવેશ થયો હતો. દરેક પ્રશ્ન અંગે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી અને તાત્કાલિક ઉકેલ શક્ય હોય તેવા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું. જ્યારે કેટલાક પ્રશ્નોમાં સમયબદ્ધ કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ અરજદારોને તેમની ફરિયાદની સ્થિતિ અંગે સ્પષ્ટ માહિતી આપી અને ન્યાયસંગત ઉકેલ આપવાની ખાતરી આપી. આ કાર્યક્રમથી નાગરિકોમાં વિશ્વાસનો ભાવ મજબૂત બન્યો હોવાનું જણાયું.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિયમિત રીતે યોજાતા સ્વાગત કાર્યક્રમો પ્રશાસન અને જનતા વચ્ચે સીધો સંપર્ક સાધવાનો મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે. મહેસાણા ખાતે યોજાયેલ આ સ્વાગત કાર્યક્રમ લોકપ્રશ્નોના ઝડપી નિવારણ અને સુશાસન તરફનું એક મહત્વપૂર્ણ પગલું
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR