ભાજપના કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીને, બંગલા સાહિબ ગુરુદ્વારામાં દર્શન કર્યા
નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ.સ.) શુક્રવારે ''વીર બાળ દિવસ'' નિમિત્તે, ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીને દિલ્હીના બંગલા સાહિબ ગુરુદ્વારામાં માથું નમાવ્યું અને ગુરુ સાહેબના ચરણોમાં પ્રાર્થના કરી. દિલ્હી ભાજપ પ્રમુખ વીર
નવીન


નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ.સ.) શુક્રવારે 'વીર બાળ દિવસ' નિમિત્તે, ભાજપના રાષ્ટ્રીય

કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીને દિલ્હીના બંગલા સાહિબ ગુરુદ્વારામાં માથું નમાવ્યું

અને ગુરુ સાહેબના ચરણોમાં પ્રાર્થના કરી. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવ અને

દિલ્હી સરકારના મંત્રી મનજિંદર સિંહ સિરસા તેમની સાથે હાજર હતા.

આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે,” દસમા

ગુરુ, ગુરુ ગોવિંદ

સિંહજીના પુત્રોએ નાની ઉંમરે ધર્મની રક્ષા માટે આપેલું સર્વોચ્ચ બલિદાન આવનારા

યુગો સુધી દેશ અને સમાજને ફરજ, હિંમત અને બલિદાનના માર્ગ પર માર્ગદર્શન આપતું રહેશે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / જીતેન્દ્ર તિવારી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande