
નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 થી ૩૦
ડિસેમ્બર સુધી ગોવા, કર્ણાટક અને
ઝારખંડની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ 27 ડિસેમ્બરની સાંજે ગોવા માટે રવાના થશે.
રાષ્ટ્રપતિ ભવનના જણાવ્યા અનુસાર,”રાષ્ટ્રપતિ
મુર્મુ 28 ડિસેમ્બરે કર્ણાટકના કારવાર હાર્બરથી સબમરીનમાં સમુદ્રની સેર કરશે.”
29 ડિસેમ્બરે, રાષ્ટ્રપતિ જમશેદપુરમાં અલ ચીકી લિપિના શતાબ્દી સમારોહમાં
મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તે જ દિવસે, તેઓ જમશેદપુરના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એનઆઈટી) ના 15મા દીક્ષાંત
સમારોહને પણ સંબોધિત કરશે.
૩૦ ડિસેમ્બરે, રાષ્ટ્રપતિ ઝારખંડના ગુમલામાં આંતરરાજ્ય જાહેર સાંસ્કૃતિક
મેળાવડા, કાર્તિક યાત્રાને
સંબોધિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ