
મુંબઈ, નવી દિલ્હી,26 ડિસેમ્બર (હિ.સ)
ભારતની અગ્રણી જ્વેલરી અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ કંપની ટાઇટન, મુંબઈમાં તેના
પ્રથમ સ્ટોર ખોલીને લેબ-ગ્રોન ડાયમંડ બિઝનેસમાં પ્રવેશની જાહેરાત કરી છે.
કંપનીએ શુક્રવારે સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી કે,” તે
29 ડિસેમ્બરે
મુંબઈમાં બિયોન - ફ્રોમ ધ હાઉસ ઓફ ટાઇટન બ્રાન્ડ નામ હેઠળ, એક સ્ટોર
ખોલશે. આ બ્રાન્ડનો હેતુ ઘડિયાળો, સાડીઓ, પરફ્યુમ અને હેન્ડબેગ ઉપરાંત જીવનશૈલી શ્રેણીઓમાં મહિલાઓની
જ્વેલરીની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે.”
ભારતના અગ્રણી જ્વેલરી ઉત્પાદક ટાઇટન, જણાવ્યું હતું કે,
“બિયોન બ્રાન્ડ લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરીની પસંદગીની શ્રેણી ઓફર કરશે.
આ ઉભરતી શ્રેણીમાં લોન્ચ કરીને, તે નજીકના ભવિષ્યમાં ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત મુંબઈ અને
દિલ્હીમાં બે વધુ સ્ટોર ઉમેરવાની યોજના ધરાવે છે.” કંપનીએ જણાવ્યું હતું કે,”
ભારતમાં લેબ-ગ્રોન ડાયમંડ માર્કેટ છેલ્લા બે થી ત્રણ વર્ષમાં ઝડપથી વિકસ્યું છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
---------------
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ