ભારતે અમેરિકી પક્ષ સમક્ષ, વિઝા વિલંબનો મુદ્દો ઉઠાવ્યો
નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ.સ.) ભારતે નવી દિલ્હી અને વોશિંગ્ટન ડીસીમાં યુએસ અધિકારીઓ સમક્ષ ભારતીયોને, વિઝા આપવામાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતનું કહેવું છે કે,” વિલંબથી અસરગ્રસ્ત વ્યક્તિઓ અને તેમના પરિવારોને લાંબા ગાળાની
ભારતે અમેરિકી પક્ષ સમક્ષ, વિઝા વિલંબનો મુદ્દો ઉઠાવ્યો


નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ.સ.) ભારતે નવી દિલ્હી અને વોશિંગ્ટન ડીસીમાં

યુએસ અધિકારીઓ સમક્ષ ભારતીયોને, વિઝા આપવામાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતનું

કહેવું છે કે,” વિલંબથી અસરગ્રસ્ત વ્યક્તિઓ અને તેમના પરિવારોને લાંબા ગાળાની

મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, જેમાં તેમના શિક્ષણમાં વિક્ષેપોનો સમાવેશ થાય છે.”

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે,

સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે,” સરકાર આ મુદ્દાને ઉકેલવા અને

ભારતીય નાગરિકો પર તેની અસર ઘટાડવા માટે અમેરિકી પક્ષ સાથે સક્રિય રીતે સંપર્ક કરી

રહી છે.”

તેમણે જણાવ્યું હતું કે,” ભારતીય સરકારને અમેરિકી વિઝા

એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવામાં અથવા ફરીથી શેડ્યૂલ કરવામાં વિલંબ અને મુશ્કેલીઓ

અંગે ભારતીય નાગરિકો તરફથી અસંખ્ય ફરિયાદો મળી છે. જોકે વિઝાના મામલા જારી કરનાર

દેશના અધિકારક્ષેત્રમાં આવે છે.ભારતે નવી દિલ્હી અને વોશિંગ્ટન ડીસીમાં અમેરિકી અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.”

નોંધનીય છે કે, 8 ડિસેમ્બરથી, ભારતમાં અમેરિકી દૂતાવાસોએ નવી કડક સોશિયલ મીડિયા ચકાસણી

આવશ્યકતાઓને કારણે હજારો એચ-1B અને એચ-4 એપોઇન્ટમેન્ટ રદ કરી દીધી છે. માર્ચ-જુલાઈ 2026 માટે ઘણી

એપોઇન્ટમેન્ટ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી.જેના કારણે

રિન્યુઅલ માટે અરજી કરવા માટે ઘરે પાછા ફરેલા કર્મચારી અટવાઈ ગયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande