સિદ્ધપુરમાં આકાશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી ઈસબગુલની ભૂંસીના પાંચ કટ્ટાની ચોરી
પાટણ, 26 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર હાઈવે પર આવેલી આકાશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂ.75,000ની કિંમતના ઈસબગુલની ભૂંસીના પાંચ કટ્ટાની ચોરી થઈ છે. આ અંગે કંપનીના સુપરવાઈઝર વિજયભાઈ શંકરલાલ પટેલે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની ઘટના 18
સિદ્ધપુરમાં આકાશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી ઈસબગુલની ભૂંસીના પાંચ કટ્ટાની ચોરી


પાટણ, 26 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર હાઈવે પર આવેલી આકાશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂ.75,000ની કિંમતના ઈસબગુલની ભૂંસીના પાંચ કટ્ટાની ચોરી થઈ છે. આ અંગે કંપનીના સુપરવાઈઝર વિજયભાઈ શંકરલાલ પટેલે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની ઘટના 18 ડિસેમ્બર, 2025ના રોજ બપોરના સમયે બની હતી.

ચોરે કુલ 125 કિલો વજન ધરાવતા પાંચ કટ્ટા (દરેક 25 કિલો) પ્રોસેસિંગ યુનિટમાંથી ઉઠાવી ફેક્ટરીની પાછળની દીવાલ પાસે મૂકી ત્યાંથી ફરાર થયો હતો. આ ચોરીની જાણ 20 ડિસેમ્બર, 2025ના રોજ થઈ, જ્યારે કંપનીના ઠેકેદાર ગજાનંદ શર્માએ સુપરવાઈઝરને માહિતી આપી હતી. ગજાનંદે સવારે 5:30 વાગ્યે ગોડાઉનની પાછળ શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ હોવાની જાણ કરી હતી. ત્યારબાદ સીસીટીવી તપાસમાં 18 ડિસેમ્બર, 2025ના રોજ બપોરે 2:45 થી 3:15 દરમિયાન એક વ્યક્તિ કટ્ટા લઈ જતા સ્પષ્ટ દેખાઈ આવ્યો. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande