
નવસારી, 26 ડિસેમ્બર (હિ.સ.)-નવસારી જિલ્લામાં બાંધકામ સાઇટ પરથી લોખંડના સળિયાની ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી રૂ. 6,500ની કિંમતના 130 કિલોગ્રામ લોખંડના સળિયા જપ્ત કર્યા છે.
આરોપીઓ દસેરા ટેકરી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમણે કબૂલ્યું કે 23 અને 24 ડિસેમ્બર 2025ની રાત્રે લુન્સીકુઈ ગ્રાઉન્ડ સામે આવેલી પુષ્પક સોસાયટીના બાંધકામ સાઇટ પરથી સળિયા ચોરી કર્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં પ્રકાશ પટેલ, પ્રહલાદ દંતાણી અને કમલેશ દેવીપુજકનો સમાવેશ થાય છે. જેમાંથી પ્રહલાદ દંતાણી સામે અગાઉ 27 ગુના નોંધાયેલા છે. આ મામલે નવસારી ટાઉન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે