
ગીર સોમનાથ 26 ડિસેમ્બર (હિ.સ.) ઊના તાલુકાના નાના એવા નેસડા ગામે ગ્રામ પંચાયત ઓફિસનુ નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે શાસ્ત્રોક વિધિ થી કરવામાં આવ્યું હતું. રૂ.૨૫ લાખના ખર્ચે નેસડા ગ્રામ પંચાયત ઘરનું નવ નિર્માણ થશે. આ પંચાયત ઘરનું નવનિર્માણ થવાથી ગામ લોકોની સુખાકારી અને સુવિધામાં વધારો થશે. આ તકે
સરપંચ જુવાનસિંહ ગોહિલ, ઉપસરપંચ તખતસિંહ ગોહિલ, બળવંતસિંહ ગોહિલ, સાદુળભાઈ ગોહિલ, બનેસિંહ ગોહિલ, પંચાયત બોડીના સભ્યો અને ગામના આગેવાનો તેમજ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ