ઘેલા સોમનાથથી સોમનાથ સુધીની જન કલ્યાણ પદયાત્રા અગતરાય ખાતે પદયાત્રાનું સ્વાગત
જૂનાગઢ, 26 ડિસેમ્બર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલ સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ થી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સુધીની કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની જન કલ્યાણ પદયાત્રા આજે અગતરાય ગામે પહોંચી હતી. કેશોદના અગતરાય થી કેશોદ વચ્ચે પદયાત
ઘેલા સોમનાથથી સોમનાથ


જૂનાગઢ, 26 ડિસેમ્બર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલ સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ થી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સુધીની કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની જન કલ્યાણ પદયાત્રા આજે અગતરાય ગામે પહોંચી હતી.

કેશોદના અગતરાય થી કેશોદ વચ્ચે પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અગતરાય ખાતે વિવિધ યોજનાઓની જાણકારી સાથે સર્વના કલ્યાણની ભાવના સાથે આ પદયાત્રા કેશોદ તરફ આગળ નીકળી હતી. સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસતો વચ્ચે આધ્યાત્મિક ચેતના અને જન કલ્યાણના ભાવના સાથેની આ પદયાત્રામાં અગતરાય થી કેશોદ દરમિયાન ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા,કેશોદ શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ પ્રજાપતિ, સંગઠનના પદાધિકારીઓ અને નાગરિકો જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande