
જૂનાગઢ 26 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સંગઠન દ્વારા આયોજિત દર્દીઓને ફ્રુટ વિતરણ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો.પ્રદ્યુમનવાજા ઉપસ્થિત રહ્યા હતા.
સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે સુશાસન દિન અંતર્ગત સંગઠન દ્વારા દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે મંત્રીએ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરી તેઓના ખબર અંતર પૂછયા હતા.
આ તકે મેયર ધર્મેશભાઈ પોશીયા,ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર,શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પદાધિકારીઓ,કાર્યકરો, ડો.કૃતાર્થ બ્રહ્મભટ્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ