જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વ હેઠળ સોંદરડા ખાતે પહોંચેલી પદયાત્રાને ઉત્સાહભેર આવકાર
જુનાગઢ 26 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યના શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ના નેતૃત્વમાં ઘેલા સોમનાથ થી શરૂ થયેલી જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા આજે કેશોદ તાલુકાના અગતરાય થી શરૂ થઈ પાણીધ્રા ગામે પહોં
જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા


જુનાગઢ 26 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યના શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ના નેતૃત્વમાં ઘેલા સોમનાથ થી શરૂ થયેલી જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા આજે કેશોદ તાલુકાના અગતરાય થી શરૂ થઈ પાણીધ્રા ગામે પહોંચી હતી.

કેશોદ તાલુકાના સોંદરડા ખાતે કેબિનેટ મંત્રીએ આજરોજ જનસભાને સંબોધી હતી. કેબિનેટ મંત્રીશ્રીએ આ પદ યાત્રા દરમિયાન તેમના છ દિવસનો અનુભવ વર્ણવતા કહ્યું હતું કે, પદયાત્રા દરમિયાન ચાલતા થઈ એટલે શિવજીની કૃપાથી પગમાં ઉર્જા આવી જાય છે.આ પદયાત્રા દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોકો સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે શિવ થી શિવ સુધીની આ જન કલ્યાણકારી પદયાત્રામાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ કાર્યક્રમ અંગે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા છે સાથે જ લાભાર્થીઓને વિવિધ સહાયો પણ અર્પણ કરવામાં આવી છે.

મંત્રીએ પદયાત્રીઓને આ પદયાત્રા દરમિયાન શ્રદ્ધા ભાવના સાથે વ્યસન મુક્ત બનવા પણ આહવાન કર્યું હતું.

જન કલ્યાણકારી શિવ વંદના યાત્રા આજે સવારના અગતરાયથી શરૂ થઈ હતી.

અગતરાય થી શરૂ થયેલ પદયાત્રા નો બપોરના સોંદરડા ખાતે વિશ્રામ હતો. આ યાત્રા દરમિયાન કેશોદ શહેરમાં વિવિધ સંસ્થાઓ, વેપારીઓ, નાગરિકો દ્વારા ઠેર ઠેર યાત્રાનું કુમકુમ તિલક કરી પુષ્પ વર્ષા દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેશોદ શહેરમાં ગુરુકૃપા એજ્યુકેશન ચેરીટેબલ સોસાયટી ટ્રસ્ટ,અને કેશોદ તાલુકા કોટન ખરીદ વેચાણ સહકારી મંડળી દ્વારા કેબિનેટ મંત્રી શ્રી અને પદયાત્રીકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ પદયાત્રા દરમિયાન મંત્રીએ કેશોદ શહેર ખાતે આવેલ ભગવાન રામજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને પણ હાર તોરા કર્યા હતા અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપાઈજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સોંદરડા ખાતે જનસભામાં ધારાસભ્ય દેવાભાઈ માલમ,કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ, ભાજપ મહામંત્રી ભરતભાઈ પ્રજાપતિએ આભાર વિધિ કરી હતી.

કેબિનેટ મંત્રી એ માળીયાહાટી તાલુકાના પાણીધ્રા ગામે આઈબેલી મોગલ ધામ ના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા.અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

પાણીધ્રા ખાતે માળીયા હાટીના મામલતદાર શ્રી અને ગદરે મરીન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કેબિનેટ મંત્રીશ્રીનું અને પદયાત્રીકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

તેમજ પાણીધ્રા ખાતે કેબિનેટ મંત્રી એ જનસભા પણ સંબોધી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.મંત્રીએ પાણીધ્રા ખાતે આરોગ્ય , સહિતના વિવિધ વિભાગના સ્ટોલોની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પાણીધ્રા ગામના સરપંચ તેમજ અગ્રણીઓ,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande