સરસ્વતી તાલુકાના ખારેડા ગામની સીમમાં વિદેશી દારૂના કટિંગ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડો
- કુલ 54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત પાટણ, 26 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખારેડા ગામની સીમમાં ખેતરના ઢાળિયા પાસે ચાલતા વિદેશી દારૂના કટિંગ પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિ
સરસ્વતી તાલુકામાં ખારેડા ગામની સીમમાં વિદેશી દારૂના કટિંગ પર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, કુલ 54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત


- કુલ 54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

પાટણ, 26 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખારેડા ગામની સીમમાં ખેતરના ઢાળિયા પાસે ચાલતા વિદેશી દારૂના કટિંગ પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે ગેરકાયદેસર દારૂના કારોબારનો પર્દાફાશ થયો હતો.

દરોડા દરમિયાન ખટારા અને ક્રેટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 6,756 બોટલો અને બીયરના 1,992 ટીન મળી આવ્યા હતા. દારૂ-બીયરની કિંમત 28.90 લાખ રૂપિયા આંકવામાં આવી છે, જ્યારે વાહનો, મોબાઈલ ફોન અને અન્ય ચીજવસ્તુઓ સહિત કુલ 54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન અંધારાનો લાભ લઈ 5થી 6 અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા, જોકે વનરાજજી માનચંદજી ઠાકોરને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે દારૂનો જથ્થો અમીરગઢના મહાવિરસિંહ ઉર્ફે રાણા પાસેથી મંગાવવામાં આવ્યો હતો.

આ મામલે વનરાજજી ઠાકોર, રણજીતજી ઠાકોર, મહાવિરસિંહ ઉર્ફે રાણા, મોંટુસિંગ, જુમાભાઈ ગરાસીયા અને વાહનચાલકો સહિતના શખ્સો સામે વાગડોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande