ઇન્સ્ટાગ્રામ પર મેરેજ સોલ્યુશનના નામે શિક્ષિકાને રૂ. 2.12 લાખનો ચૂનો
નવસારી, 26 ડિસેમ્બર (હિ.સ.) : નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં રહેતી ખાનગી શાળાની એક શિક્ષિકા સાથે ઇન્સ્ટાગ્રામ પર મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન આપવાના બહાને રૂ. 2.12 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. મનપસંદ યુવક સાથે લગ્ન કરાવી આપવાના વચન આપી ઠગબા
Fraud


નવસારી, 26 ડિસેમ્બર (હિ.સ.) : નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં રહેતી ખાનગી શાળાની એક શિક્ષિકા સાથે ઇન્સ્ટાગ્રામ પર મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન આપવાના બહાને રૂ. 2.12 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. મનપસંદ યુવક સાથે લગ્ન કરાવી આપવાના વચન આપી ઠગબાજોએ અલગ–અલગ ચાર્જના નામે રકમ પડાવી લીધી હતી.

મળતી માહિતી મુજબ, શિક્ષિકાએ સપ્ટેમ્બર માસની 9મી તારીખે ઇન્સ્ટાગ્રામ પર ‘મોહમ્મદ બિલાલભાઈ’ નામની આઈડી પરથી ‘મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન’ની જાહેરાત જોઈ હતી. તેણે પરિવારજનો મનપસંદ યુવક સાથે લગ્ન માટે સંમત ન હોવાની પોતાની સમસ્યા રજૂ કરી હતી.

આ બાદ ઠગબાજોએ ઇન્સ્ટાગ્રામ મારફતે એક વોટ્સએપ નંબર આપ્યો હતો. વોટ્સએપ પર વાતચીત દરમિયાન સમસ્યાનું સમાધાન લાવી આપવાના બહાને અલગ–અલગ ચાર્જના નામે પૈસાની માંગણી કરવામાં આવી હતી. શિક્ષિકાએ પોતાના તેમજ પરિવારના બેંક ખાતામાંથી સ્કેનર અને બેંક એકાઉન્ટ મારફતે અનેક વખત રકમ ટ્રાન્સફર કરી હતી.

લગભગ રૂ. 2.12 લાખ ચુકવ્યા છતાં કોઈ ઉકેલ ન આવતા શિક્ષિકાએ પૈસા પરત માંગ્યા હતા. ત્યારે સામેવાળા વ્યક્તિએ “ઉપરના હાજી સાથે વાત કરવી પડશે, તમારી દુઆ અંતિમ તબક્કામાં છે” એવું કહીને વધુ રૂ. 50 હજારની માંગણી કરી હતી, જે રકમ પણ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાઈ હતી.

ત્યાર બાદ શિક્ષિકાએ ફોન અને વોટ્સએપ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ જવાબ ન મળતા તેને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. અંતે તેણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. આ અંગે મરોલી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરીને પી.આઈ. એસ.આર. ગોહિલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande