
જુનાગઢ, 26 ડિસેમ્બર (હિ.સ.) : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા મંત્રી અને જુનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી એ આજરોજ જૂનાગઢના અંબિકા નગરમાં સ્થિત ગુરુ નાનક શાહી ગુરુદ્વારાએ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી તેમજ શબ્દ કીર્તનમાં સહભાગી બન્યા હતા. તેમણે ગુરુદ્વારા ખાતે માથું ટેકવ્યું હતું અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
આ દરમિયાન મંત્રી સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ