અંકલેશ્વર ખાતે નિર્માણાધિન શ્રી શ્યામ મંદિર ભૂમિ પર શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું આયોજન થયું
- શ્યામ પ્રભુના અદ્વિતીય અલૌકિક શૃંગાર સાથે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી કથાવાચક રાકેશ અગ્રવાલ અને રાજુ ગાડોદિયાએ પાઠ અને ભજનોમાં અખંડ જ્યોત પાઠમાં 234 દોહા ગાયા હજારો ભક્તોએ આહુતિ આપી અખંડ જ્યોત સાથે 12 કલાકના પાઠ કરવામાં આવ્યા શ્રી શ્યામ સ
અંકલેશ્વર ખાતે નિર્માણાધિન શ્રી શ્યામ મંદિર ભૂમિ પર શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું આયોજન થયું

અંકલેશ્વર ખાતે નિર્માણાધિન શ્રી શ્યામ મંદિર ભૂમિ પર શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું આયોજન થયું

અંકલેશ્વર ખાતે નિર્માણાધિન શ્રી શ્યામ મંદિર ભૂમિ પર શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું આયોજન થયું

અંકલેશ્વર ખાતે નિર્માણાધિન શ્રી શ્યામ મંદિર ભૂમિ પર શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું આયોજન થયું

અંકલેશ્વર ખાતે નિર્માણાધિન શ્રી શ્યામ મંદિર ભૂમિ પર શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું આયોજન થયું

- શ્યામ પ્રભુના અદ્વિતીય અલૌકિક શૃંગાર સાથે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી

કથાવાચક રાકેશ અગ્રવાલ અને રાજુ ગાડોદિયાએ પાઠ અને ભજનોમાં અખંડ જ્યોત પાઠમાં 234 દોહા ગાયા

હજારો ભક્તોએ આહુતિ આપી અખંડ જ્યોત સાથે 12 કલાકના પાઠ કરવામાં આવ્યા

શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના 500 જેટલા સ્વયંસેવકો ખડેપગે ઊભા રહી સુંદર આયોજન કર્યું

ભરૂચ 28 ડિસેમ્બર (હિ.સ.) : અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે એનએચ 48 પર આવેલ અંબે એસ્ટેટ ખાતે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્માણાધિન શ્રી શ્યામ મંદિર ભૂમિ ઉપર શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. પાઠમાં હજારો શ્રદ્ધાળુઓએ આહુતિ આપી દર્શનનો લ્હાવો લીધો હતો.અખંડ જ્યોત પાઠના પાવન પ્રસંગે શ્રી શ્યામ બાબા,શિવજી ,ગણપતિદાદા,અંબે માતાજી અને હનુમાનજીદાદાની મૂર્તિઓ અને છબીઓને ફૂલથી સુશોભિત કરવામાં આવી હતી આખા મંડપમાં એક અનેરી ધાર્મિકતા જોવા મળી હતી.

અંકલેશ્વર અમરતપરા ખાતે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના આયોજન હેઠળ ભવ્ય શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનો આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો. નેશનલ હાઈવે નં. 48 પર એરપોર્ટ સામે આવેલ અંબે એસ્ટેટ ખાતે આયોજીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્યામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન શ્રી શ્યામ પ્રભુના અદ્વિતીય અલૌકિક શૃંગાર સાથે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમના મુખ્ય પાઠ વાચક તરીકે સુરતના પ્રસિદ્ધ કથાવાચક રાકેશ અગ્રવાલ અને રાજુ ગાડોદિયાએ પાઠ અને ભજનોમાં અખંડ જ્યોત હૈ અપાર માયા ,શ્યામ દેવ કી પરબલ છાયા 234 જેટલા દોહા તાલ અને લયમાં લલકારી વાતાવરણ પાવન કરી દીધું હતું.

કથાવાચક રાકેશ અગ્રવાલ અને રાજુ ગાડોદિયાએ શ્યામ બાબાના મહિમાનુ ગુણગાન કર્યું હતું.સવારે 9 વાગ્યાથી શરૂ કરી રાત્રે 9 વાગ્યા સુધી અખંડ જ્યોત સાથે 12 કલાકના પાઠ કરવામાં આવ્યા છે.આ આયોજન પાછળ શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના 500 જેટલા સ્વયંસેવકો ખડેપગે ઊભા રહી સુંદર આયોજન કર્યું હતું.આ સાથે છપ્પનભોગ અને વિશાળ ભંડારાનો લાભો ભક્તોએ લીધો હતો. શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ, અંકલેશ્વર-ભરૂચના ટ્રસ્ટીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande