શંખેશ્વર તાલુકાના રૂની ખાતે ઠાકોર સેનાના મહાસંમેલનની તૈયારી માટે બેઠક યોજાઈ
પાટણ, 28 ડિસેમ્બર (હિ.સ.) : શંખેશ્વર તાલુકાના રૂની ખાતે ઠાકોર સેના દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠક આગામી 26 જાન્યુઆરી, 2026ના ઠાકોર સેનાના મહાસંમેલન માટેની તૈયારીઓના ભાગરૂપે આયોજિત હતી. બેઠકમાં તાલુકાના હોદ્દેદારો, ગ્રામ સમિતિના કાર્યકર્તાઓ
શંખેશ્વર તાલુકાના રૂની ખાતે  ઠાકોર સેનાના મહાસંમેલનની તૈયારી માટે બેઠક યોજાઈ


પાટણ, 28 ડિસેમ્બર (હિ.સ.) : શંખેશ્વર તાલુકાના રૂની ખાતે ઠાકોર સેના દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠક આગામી 26 જાન્યુઆરી, 2026ના ઠાકોર સેનાના મહાસંમેલન માટેની તૈયારીઓના ભાગરૂપે આયોજિત હતી. બેઠકમાં તાલુકાના હોદ્દેદારો, ગ્રામ સમિતિના કાર્યકર્તાઓ અને સમાજના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.

ઠાકોર સેનાના પ્રમુખ પ્રભુજી ઠાકોર, ઉપપ્રમુખ જામાજી, લાલાજી, ભેમાજી, રમેશજી, ધનાજી ઠાકોર અને લોલાડાના પ્રભુજી ઠાકોર સહિતના અગ્રણીઓએ પણ બેઠકમાં ભાગ લીધો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande