




આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીની 1885માં 28મી ડિસેમ્બરના સ્થાપના થઈ હતી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોએ ધ્વજનું આરોહણ કર્યું હતું
મુંબઇમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી
ભરૂચ 28 ડિસેમ્બર (હિ.સ.)
દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીની વર્ષ 1885માં તા. 28મી ડિસેમ્બરના રોજ સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે આજે કોંગ્રેસ પાર્ટીના 141માં સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વાર ઉજવણી કરવામાં આવી હતી.
દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો આજે તા. 28 ડિસેમ્બરના રોજ 141મો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી,ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.વર્ષ 1885ની તા. 28મી ડિસેમ્બરના રોજ મુંબઇમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકતાના વ્યોમેશચંદ્ર બેનરજી હતા. આ સાથે જ સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી એ.ઓ.હ્યુમ પણ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ