
પાટણ, 28 ડિસેમ્બર (હિ.સ.)સાંતલપુર તાલુકાના બૂથ નંબર 6 ખાતે તાલુકા ભાજપ સંગઠન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર નિર્માણ, સમાજસેવા, સ્વચ્છતા અને દેશપ્રેમ અંગે આપેલા માર્ગદર્શનને કાર્યકર્તાઓએ ધ્યાનપૂર્વક સાંભળ્યું અને તેમના વિચારોને આત્મસાત કર્યા.
કાર્યક્રમ બાદ ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સરકારની યોજનાઓ જનતા સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ સવજીભાઈ આહીર અને યુવા મોરચા પ્રમુખ કિશનસિંહે કાર્યકર્તાઓને એકતા સાથે કાર્ય કરવાની અપીલ કરી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ