જામનગરના ઠેબા બાયપાસ ચોકડી ઉપર રૂ.85 કરોડના ખર્ચે સિકસલેન ફલાય ઓવરબ્રીજના નિર્માણનો ધમધમાટ
જામનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તાર વધ્યા પછી બાયપાસ રોડ ઉપર વધતાં જતાં ટ્રાફિકને ધ્યાને લઇ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી જામનગર-દ્વારકા બાયપાસ રોડ ઉપર ઠેબા જંકશન ઉપર સિક્સ લેન ફ્લાય ઓવરબ્રિજ રૂા.84.87 કરોડના ખર્ચે નિર્માણ થ
ઠેબા બાયપાસ પુલ


જામનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તાર વધ્યા પછી બાયપાસ રોડ ઉપર વધતાં જતાં ટ્રાફિકને ધ્યાને લઇ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી જામનગર-દ્વારકા બાયપાસ રોડ ઉપર ઠેબા જંકશન ઉપર સિક્સ લેન ફ્લાય ઓવરબ્રિજ રૂા.84.87 કરોડના ખર્ચે નિર્માણ થશે. આ સિક્સ લેન ફ્લાય ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે થઇ ગયા બાદ કામનો પ્રારંભ થઇ ચુક્યો છે.

જામનગર શહેરના બાયપાસ રોડ ઉપર આવેલા જીઆઇડીસી ફેસ-2 અને ફેસ-3 માં અસંખ્યા બ્રાસપાર્ટના નાના-મોટા એકમો કાર્યરત છે. આ ઉદ્યોગમાં રોજગારી મેળવવા માટે જામનગર શહેરની આસપાસના અનેક લોકો કાયમી અવરજવર કરતાં હોય છે. તેમજ બ્રાસ ઉદ્યોગ સાથે સંલગ્ન અનેક નાના-મોટા ઉદ્યોગો ગ્રામ્યકક્ષાએ પણ આવેલાં છે. તેમજ સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા જવા માટેનો માર્ગ પણ આ જ છે. રાજકોટ-વાડીનાર-દ્વારકા રોડ ઉપર ઠેબા જંકશન પરથી અનેક વાહનો 24 કલાક દોડતા હોય છે.

આ બ્રિજ ખૂબ જ જરૂરી બન્યો છે. કારણ કે જામનગરથી કાલાવડ, ધોરાજી, જૂનાગઢ તરફનો વાહન વ્યવહાર પણ આ ઠેબા જંકશન ઉપરથી પસાર થાય છે. આ ઠેબા જંકશન ઉપર અકસ્માતોનું પ્રમાણ પણ ખૂબ જ રહે છે અને અવારનવાર અકસ્માતોના બનાવમાં નિર્દોષ વ્યક્તિઓ જીવ પણ ગુમાવે છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારમાં જામનગર શહેરના ઠેબા બાયપાસ જંકશન ઉપર સિક્સ લેન ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટેની દરખાસ્ત રજૂ કરાઇ હતી.

જેમાં પ્રોજેક્ટની કોસ્ટ રૂા.84.87 કરોડ દર્શાવી છે. ખાસ કરીને અકસ્માતોનું પ્રમાણ અને ટ્રાફિકજામની સમસ્યાને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા SJMMSVY ફ્લાય ઓવરબ્રિજ માટે ગ્રાન્ટની ફાળવણી કરાઇ છે. આ સિક્સ લેન ફ્લાય ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે થઇ ચુક્યું છે. આ બ્રિજની કુલ લંબાઇ 870 મીટરની છે, તેમજ પહોળાઇ 24 મીટરની એટલે કે સિક્સ લેન છે.

આ પૂલની ઉંચાઇ 5.50 મીટરની રહેશે. જ્યારે સર્વિસ રોડની લંબાઇ 10.50 મીટરની છે. જામનગર શહેર નજીકના આ ઠેબા બાયપાસ જંકશન પર સિક્સ લેન ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ થવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટશે, ટ્રાફિકજામનો પ્રશ્ન પણ દૂર થશે અન ઇંધણ તથા સમયની પણ બચત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande