વડોદરા નજીક NH-48 પર હિટ એન્ડ રન: બાઈક સ્લિપ બાદ અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત
વડોદરા, 28 ડિસેમ્બર (હિ.સ.): અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 ઉપર વડોદરા નજીક સુંદરપુરા પાટીયા પાસે એક કરુણ અકસ્માત નોંધાયો હતો. અંકલેશ્વર તરફ જઈ રહેલા દંપતીની બાઈક અચાનક કૂતરું આવી જતાં સ્લિપ ખાઈ ગઈ હતી. બાઈક પરથી રોડ પર પડ્યા બાદ પાછળથી આવેલા અજાણ્ય
Accident


વડોદરા, 28 ડિસેમ્બર (હિ.સ.): અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 ઉપર વડોદરા નજીક સુંદરપુરા પાટીયા પાસે એક કરુણ અકસ્માત નોંધાયો હતો. અંકલેશ્વર તરફ જઈ રહેલા દંપતીની બાઈક અચાનક કૂતરું આવી જતાં સ્લિપ ખાઈ ગઈ હતી.

બાઈક પરથી રોડ પર પડ્યા બાદ પાછળથી આવેલા અજાણ્યા વાહનચાલકે પુરઝડપે વાહન ચલાવી મહિલાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જયશ્રીબેન યજ્ઞેશભાઇ પટેલ (ઉ.વ. 50)ને પેટ અને સાથળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ આરોપી વાહનચાલક ઘટનાસ્થળેથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી

છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande