સિદ્ધપુરમાં રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ
પાટણ, 28 ડિસેમ્બર (હિ.સ.) : ઊંઝા તાલુકા ગોપાલક વિકાસ મંડળ દ્વારા સિદ્ધપુરના માર્કેટયાર્ડ સ્થિત સરદાર હોલ ખાતે 45મો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો. મંડળ દ્વારા વર્ષ 2023, 2024 અને 2025 ની માર્ચ/એપ્રિલમાં લેવાયેલી પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન ક
સિદ્ધપુરમાં રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ


સિદ્ધપુરમાં રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ


પાટણ, 28 ડિસેમ્બર (હિ.સ.) : ઊંઝા તાલુકા ગોપાલક વિકાસ મંડળ દ્વારા સિદ્ધપુરના માર્કેટયાર્ડ સ્થિત સરદાર હોલ ખાતે 45મો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો. મંડળ દ્વારા વર્ષ 2023, 2024 અને 2025 ની માર્ચ/એપ્રિલમાં લેવાયેલી પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ સમારોહમાં સિદ્ધપુર અને ઊંઝા તાલુકાના રબારી સમાજના ધોરણ 10, 12 તેમજ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ રબારી સમાજના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર અગ્રણીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. વાળીનાથ અખાડાના મહંત જયરામગીરી બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારી, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત અનેક રાજકીય, સામાજિક આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ આયોજન માટે મંડળના પ્રમુખ અમરતભાઈ દેસાઈ, સંયોજક શંભુભાઈ દેસાઈ અને કારોબારી સભ્યોએ વિશેષ મહેનત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande