
જુનાગઢ, 28 ડિસેમ્બર (હિ.સ.) : ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2025 અંતર્ગત જુનાગઢ જિલ્લામાં રોલ ઓબ્ઝર્વર દિલીપ રાણાની દ્વિતીય મુલાકાત યોજાઈ. આ દરમિયાન માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની પ્રગતિ અંગે માહિતી આપવામાં આવી હતી.
પક્ષોને ASD (ગેરહાજર, સ્થળાંતર, મૃત્યુ) યાદીમાં કોઈ વાંધા સૂચનો હોયતો ફોર્મ 6 અને ઘોષણાપત્ર ભરી મતદાર પોતાનું નામ આખરી મતદાર યાદીમાં નોંધાવી શકે છે તે સમજણ આપવામાં આવી હતી. No Mapping કેટેગરીના મતદારોને નોટિસ મળે ત્યારે ગણતરી ફોર્મના પાછળના ભાગમાં આપેલા કુલ 13 પૈકીના પુરાવા રજૂ કરે તેવી સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરશ્રીની હાજરીમાં મતદાર નોંધણી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ, જેમાં તેમની કામગીરીની સમીક્ષા કરી અને આગામી તબક્કાની કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
જૂનાગઢ જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પેશિયલ કેમ્પ દરમિયાન માન Roll Observer દિલીપકુમાર રાણા ( IAS) દ્વારા 86-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તાર માં આવેલ કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલના પાંચ મતદાન મથકોની મુલાકાત લઈ બી.એલ.ઓ.ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સૂચનો આપ્યા હતા.
તા. 27/12/2025ના રોજ યોજાયેલા ખાસ કેમ્પમાં જિલ્લામાં ફોર્મ નં. 6 – 1744, ફોર્મ નં. 6A – 1, ફોર્મ નં. 7 – 240 અને ફોર્મ નં. 8 – 1315 મળીને કુલ 3300 અરજીઓ પ્રાપ્ત હતી.
આગામી તારીખ 3 અને 4 જાન્યુઆરીએ પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકો ડ્રાફટ મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહીં એ ચકાસી શકશે, NO mapping તથા નામ ઉમર વિસંગતતા ધરાવતી કેટેગરીના મતદારો પુરાવા જમા કરી શકશે, ASD( ગેરહાજર, સ્થળાંતર, મૃત્યુ) યાદી જોઈ શકશે ફોર્મ નંબર 6,7,8 ભરી શકશે. મતદારોને મોટી સંખ્યા માં આગામી કેમ્પનો પણ લાભ લેવા જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ