
પાટણ, 28 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર પોલીસે ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદની સજા પામેલા ફરાર આરોપી સુમરા કૈયુબ અબ્દુલભાઇની ધરપકડ કરી છે. કોર્ટ દ્વારા સજા ફટકાર્યા બાદ આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો.
સિદ્ધપુર પોલીસ સ્ટેશનના PI જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ PSI જે.આર. શુકલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી બાતમી મળી કે આરોપી હાલ સિદ્ધપુર વિસ્તારમાં હાજર છે.
બાતમીના આધારે પોલીસે રસુલતળાવના નાકેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. સજા વોરંટના આધારે કાયદેસરની કાર્યવાહી કરીને તેને પાટણ ડિસ્ટ્રિક્ટ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ