
વડોદરા, 28 ડિસેમ્બર (હિ.સ.) : વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલા પંચમ ઇલાઇટ ફ્લેટ નજીક રખડતી ગાયે અચાનક તોફાન મચાવ્યું હતું. રસ્તા પરથી પસાર થઈ રહેલા બે યુવકો પર ગાયે દોટ મૂકીને શિંગડા અને ઢીંક વડે હુમલો કર્યો, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી.
આ ઘટનામાં બેમાંથી એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.
વારંવાર રખડતા ઢોરના બનાવો સામે આવી રહ્યા હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાને લઈ લોકોમાં વડોદરા મહાનગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે