જામનગરમાં મેડીકલ કોલેજ ખાતે, ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન
જામનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા જિલ્લાના ખેલાડીઓને પ્રતિભા દર્શાવવાની તક આપવા વર્ષ 2026ની પહેલી જામનગર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ તા. 11 જાન્યુઆરી ના રોજ એમ.પી.શાહ મેડ
કોમ્પીટીશન


જામનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા જિલ્લાના ખેલાડીઓને પ્રતિભા દર્શાવવાની તક આપવા વર્ષ 2026ની પહેલી જામનગર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ તા. 11 જાન્યુઆરી ના રોજ એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે યોજાશે. સ્પર્ધામાં જુનિયરથી સિનિયર સુધીની વિવિધ કેટેગરીઝમાં જિલ્લાભરના ખેલાડીઓ ભાગ લેશે.

વર્ષ 2026 દરમિયાન યોજાનારા કુલ 4 ડિસટીક રેન્કિંગ ટૂર્નામેન્ટ પૈકી આ પ્રથમ ટુર્નામેન્ટ છે. તમામ સ્પર્ધામાં મળેલા પોઈન્ટ્સના આધારે અંતિમ જિલ્લા ટીમની પસંદગી કરવામાં આવશે.રસ ધરાવતાખેલાડીઓએ તા.7 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહશે.

વધુ માહિતી માટે પ્રકાશભાઈ નંદા 9426206761, ઊર્મિલભાઈ શાહ 9426203738 સંપર્ક કરવો.જામનગરના ખેલપ્રેમીઓ અને વાલીઓએ ટુર્નામેન્ટમાં હાજરી ખેલાડીઓનો ઉત્સાહમાં વધારો કરવા એસોસિએશનના ઉદય રાવતા અને કટારમલએ અનુરોધ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande