વડોદરા નજીક NH-48 પર ટ્રિપલ અકસ્માત: બે ટ્રક અને લક્ઝરી બસ અથડાયા
વડોદરા, 28 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. ગત મોડી રાત્રે વડોદરા નજીક તરસાલીથી કપુરાઈ તરફ જતાં બે ટ્રક અને એક લક્ઝરી બસ વચ્ચે ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ મુંબઈથી દિલ્હી જઈ
Vadodara


વડોદરા, 28 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. ગત મોડી રાત્રે વડોદરા નજીક તરસાલીથી કપુરાઈ તરફ જતાં બે ટ્રક અને એક લક્ઝરી બસ વચ્ચે ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ મુંબઈથી દિલ્હી જઈ રહેલા એક ટ્રક સાથે અન્ય ટ્રક અને લક્ઝરી બસ અથડાઈ હતી. અકસ્માતની તીવ્રતામાં ટ્રક ચાલકનો પગ કપાઈ ગયો હતો, જ્યારે લક્ઝરી બસમાં મુસાફરી કરતા કેટલાક મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande