રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં, સરકારી કોલેજના 225 ડિગ્રી એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓની પસંદગી: ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા
- રાજ્યના વિદ્યાર્થીઓને કૌશલ્ય અને લાયકાત અનુસાર રોજગારી આપવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ - ડાયરેક્ટરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડ માટે અમદાવાદ ખાતે 1 થી 4 ડિસેમ્બર દરમિયાન વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન ગાંધીનગર,3 ડિસે
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં સરકારી કોલેજના 225 ડિગ્રી એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓની પસંદગી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા


રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં સરકારી કોલેજના 225 ડિગ્રી એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓની પસંદગી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા


- રાજ્યના વિદ્યાર્થીઓને કૌશલ્ય અને લાયકાત અનુસાર રોજગારી આપવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ

- ડાયરેક્ટરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડ માટે અમદાવાદ ખાતે 1 થી 4 ડિસેમ્બર દરમિયાન વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન

ગાંધીનગર,3 ડિસેમ્બર (હિ.સ.) વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ યોગ્ય રોજગારી પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી છે. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના નેતૃત્વમાં, રાજ્યના વિદ્યાર્થીઓને કૌશલ્ય અને લાયકાત અનુસાર રોજગારી આપવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે.

રાજ્યની વિવિધ સરકારી ટેકનિકલ સંસ્થાઓમાંથી વર્ષ 2025માં અભ્યાસ પૂર્ણ કરનારા ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કૌશલ્ય અને લાયકાત મુજબ રોજગારી આપવા માટે વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડાયરેક્ટરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન, ગાંધીનગર દ્વારા રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડ માટે એલ. ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ, અમદાવાદ ખાતે 1 થી 4 ડિસેમ્બર દરમિયાન એક વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ડ્રાઇવમાં રાજ્યની 47 જેટલી સરકારી ટેકનિકલ સંસ્થાઓમાંથી વર્ષ 2025માં અભ્યાસ પૂર્ણ કરનારા ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.

આ વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં ભાગ લેવા માટે રીલાયન્સના નિર્ધારિત પોર્ટલ પર આશરે 3800 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ઓનલાઈન ટેસ્ટ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગના 608 વિદ્યાર્થીઓ અને ડિપ્લોમા એન્જિનિયરિંગના 728 વિદ્યાર્થીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.

આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ઇન્ટરવ્યુ માટે ડીગ્રી એન્જિનિયરિંગના આશરે 478 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમાંથી ડીગ્રી એન્જિનિયરિંગના 225 વિધાર્થીઓ સિલેકટ થયા છે. તેમજ આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ઇન્ટરવ્યુ માટે ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની પ્રક્રિયા હાલ ચાલુ છે.

વિદ્યાર્થીઓને ટેક્નિકલ શિક્ષણ બાદ રોજગારી આપવાના હેતુથી રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગ હસ્તકની તમામ ડિગ્રી અને ડિપ્લોમા સરકારી ઇજનેરી કોલેજો ખાતે પ્લેસમેન્ટ સેલની રચના કરવામાં આવી છે. આ સેલ દ્વારા વિદ્યાર્થીઓની રસ, રૂચિ, કલા, કૌશલ્યો અનુસાર તેમને જે તે ક્ષેત્રમાં નોકરી કરવાની ઈચ્છા હોય તેવી કંપનીઓ સાથે ઈન્ટરવ્યુ કરાવીને રોજગારી આપવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande