


ગાંધીનગર, 3 ડિસેમ્બર (હિ.સ.) કર્ણાવતી યુનિવર્સિટીના એન.એસ.એસ યુનિટ દ્વારા અડલ્ટ સી. પી .આર અવેરનેસ ટ્રેનીંગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમ ખાસ કરીને ડેન્ટિસ્ટ્રીના PG વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે રાખવામાં આવ્યો હતો, જેમાં આશરે 50 જેટલા ભાગ લેનારોએ સક્રિય ભાગ લીધો હતો.
આ તાલીમ એન.એસ.એસ યુનિટ દ્વારા આશ્કા હોસ્પિટલના સહયોગમાં સાથે આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન કાર્ડિયક અરેસ્ટની સ્થિતિમાં સી.પી. આર કેવી રીતે આપવી, હાર્ટ કોમ્પ્રેશનની સાચી ટેકનિક, રિધમ, chest recoil, ઈમરજન્સી રિસ્પોન્સ અને પ્રાથમિક લાઇફ સેવિંગ પ્રોટોકોલસ વિષે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રેનર્સ દ્વારા live demonstration અને hands-on practice મારફતે ભાગ લેનારાઓને જીવન બચાવવાની આ અગત્યની પ્રક્રિયા પ્રાયોગિક રીતે શિખવવામાં આવી.
આ તાલીમ માત્ર એક સત્ર નહિ, આ એક જીવ બચાવવાની ક્ષમતા, જવાબદારી અને માનવતા તરફનું પગલું હતું.
આ આયોજન પાછળનું માર્ગદર્શન અને પ્રેરણા કર્ણાવતી યુનિવર્સિટીના રજીસ્ટર ડૉ. તારિક અલી એ પૂરું પાડ્યું હતું તેમજ સમગ્ર આયોજનમાં અંજલી પટેલ એ મજબૂત સંચાલન કર્યુ અને એન.એસ.એસ યુનિટનું નેતૃત્વ તેમની દિશા હેઠળ એન.એસ.એસ ટીમે એક સંગઠિત, વ્યવસ્થિત અને અસરકારક રીતે કાર્યક્રમનું નિર્વાહ કર્યું.
આ સી.પી.આર તાલીમ ભાગ લેનારાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે અત્યંત જ્ઞાનવર્ધક અને જીવનમૂલ્યવાન સાબિત થઈ છે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર જ્ઞાન પૂરું પાડતા નથી — પરંતુ જીવન બચાવવાની તૈયારીઓ મજબૂત કરે છે. વિદ્યાર્થીઓ શીખ્યા કે ક્યારેક ડોક્ટર નહીં, પણ એક સારી રીતે ટ્રેન થયેલો માનવ પણ જીવન બચાવી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ