પાટણ અનાવાડા વિસ્તારમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપીની જામીન અરજી ફગાવાઈ
પાટણ, 3 ડિસેમ્બર (હિ.સ.) : પાટણના અનાવાડા વિસ્તારમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપી ભરવાડ મેરાભાઈ ઉર્ફે બલાભાઈ રાજાભાઈ (ઉં. 55)ની નિયમિત જામીન અરજી પાટણ સેશન કોર્ટના જજ પ્રશાંત એચ. શેઠે નામંજૂર કરી. સરકારી વકીલ શૈલેષભાઈ ઠક્કરે જામીનનો સખત વિરોધ કરતાં
પાટણ અનાવાડા વિસ્તારમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપીની જામીન અરજી ફગાવાઈ


પાટણ, 3 ડિસેમ્બર (હિ.સ.) : પાટણના અનાવાડા વિસ્તારમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપી ભરવાડ મેરાભાઈ ઉર્ફે બલાભાઈ રાજાભાઈ (ઉં. 55)ની નિયમિત જામીન અરજી પાટણ સેશન કોર્ટના જજ પ્રશાંત એચ. શેઠે નામંજૂર કરી. સરકારી વકીલ શૈલેષભાઈ ઠક્કરે જામીનનો સખત વિરોધ કરતાં જણાવ્યું કે આરોપી સામે જમીન પચાવી પાડવા પ્રતિકાર કાયદાની કલમ 4(3), 5 સહિતની ગંભીર કલમો હેઠળ કેસ ચાલે છે.

સરકારી વકીલે કહ્યું કે ફરિયાદીના નાનાએ ભરવાડ મેરાભાઈના પિતા બોઘાભાઈને જમીન ઉધેડે આપી હતી, પરંતુ આરોપી પક્ષે ન ઉધેડની રકમ ચુકવી, ન જમીન ખાલી કરી. તેના બદલે ફરિયાદીની જમીન પર ગેરકાયદેસર પાકા મકાન બનાવી બિનઅધિકૃત કબજો કર્યો છે. પંચાયતની કોઈ પરવાનગી લીધેલી નથી અને આરોપીની આ ગુનામાં સક્રિય ભૂમિકા છે. જામીન મળે તો પુરાવામાં ચેડા, નાસી છૂટવાની અથવા ટ્રાયલ દરમિયાન ગેરહાજર રહેવાની શક્યતા હોવાનું કોર્ટને જણાવાયું.

આ કેસમાં 15 જૂન 2021ના રોજ ફરિયાદ દાખલ થઈ હતી. આગોતરા જામીન માટે આરોપી પક્ષે સેશન કોર્ટમાં અરજી કરી હતી, જે ગુણદોષના આધારે ફગાવવામાં આવી. ત્યારબાદ હાઈકોર્ટમાં anticipatory bail માટે કોઈ અરજી નથી કરવામાં આવી, પરંતુ આરોપીએ દાખલ કરેલી ક્વોશિંગ પિટિશન બાદમાં પરત ખેંચી લીધી હતી. તમામ પરિસ્થિતિઓ અને ચાર્જશીટ બાદ સંજોગોમાં કોઈ ફેરફાર ન થતા સેશન કોર્ટે નિયમિત જામીન અરજી ફગાવી દીધી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande