

મહેસાણા, 3 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા માર્કેટયાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસીઓની આવક અને ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો. ખાસ કરીને એરંડા, ગવાર અને અડદ જેવા મુખ્ય પાકોમાં આજે વધારો નોંધાયો છે. એરંડાની કુલ 580 બોરી આવક નોંધાઈ હતી. એરંડાના ઊંચા ભાવ 1391 રૂપિયા પ્રતિ મણ અને નીચા ભાવ 1331 રૂપિયા રહ્યા હતા. ગઈકાલથી એરંડાના ભાવમાં આશરે 30 રૂપિયાનો વધારો નોંધાતા ખેડૂતોને રાહત અનુભવાઈ રહી છે.
ગવારની આજે 297 બોરી આવક રહી હતી. ગવારના ઊંચા ભાવ 840 રૂપિયા અને નીચા ભાવ 700 રૂપિયા પ્રતિ મણ નોંધાયા હતા. ગઈકાલે ગવારના ભાવ 861 રૂપિયા હતા, એટલે આજે આશરે 21 રૂપિયાનું ઘટાડો નોંધાયો, છતાં બજારમાં ગવાર માટે સારી માંગ જોવા મળી હતી.
અડદની 185 બોરી આવક નોંધાઈ હતી અને તેનો ભાવ 1450 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. ગઈકાલની તુલનામાં અડદના ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો છે.
આ ઉપરાંત ઘઉંની 77 બોરી આવક રહી હતી, જેના ભાવ 535 રૂપિયા પ્રતિ મણ હતા. બાજરીની 7 બોરી નોંધાઈ હતી અને તેનો ભાવ 415 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. અજમો, મેથી, મગ જેવા અન્ય પાકોની પણ સામાન્ય આવક બજારમાં જોવા મળી હતી. કુલ રીતે જોઈએ તો આજે મુખ્ય પાકોમાં ભાવ અને આવક બંનેમાં સુધારાના સંકેત મળી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR