ગીર-સોમનાથમાં ટી.બી.ના રોગ નાબૂદી અંગે સિવિલ હોસ્પિટલ ખાતે સમિક્ષા બેઠક યોજાઈ
- ડો. કાપડિયાએ નિરિક્ષણ કરી દર્દીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું ગીર સોમનાથ, 3 ડિસેમ્બર (હિ.સ.) : ગીર-સોમનાથ જિલ્લામાં ટી.બી. નિયંત્રણ અને મોડલ સારવાર પ્રોસેસ યોગ્ય રીતે ચાલે તેવા હેતુથી એસ.ટી.ડી.સી ડાયરેક્ટર ડો. કાપડિયાએ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ
ટી.બી.ના રોગ નાબૂદી અંગે


- ડો. કાપડિયાએ નિરિક્ષણ કરી દર્દીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું

ગીર સોમનાથ, 3 ડિસેમ્બર (હિ.સ.) : ગીર-સોમનાથ જિલ્લામાં ટી.બી. નિયંત્રણ અને મોડલ સારવાર પ્રોસેસ યોગ્ય રીતે ચાલે તેવા હેતુથી એસ.ટી.ડી.સી ડાયરેક્ટર ડો. કાપડિયાએ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ટી.બી. સંબંધિત કેન્દ્રનું નિરીક્ષણ કરી સમીક્ષા બેઠક યોજી હતી. એસ.ટી.ડી.સી ડાયરેક્ટર ડો. કાપડિયાની મુલાકાત દરમિયાન DMCનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડો. કાપડિયાએ DMC ખાતે હોસ્પિટલના ટીબી વિભાગ, ડાયગ્નોસ્ટિક સુવિધા, TB ટેસ્ટિંગ સાધનો, દવાઓની પુરવઠાની સુસંગતતા અને દર્દી-સેવાની ગુણવત્તાની તપાસ કરી હતી તેમજ મંજૂર પ્રક્રિયાઓ અને રેકોર્ડિંગની યોગ્યતા ચકાસવામાં આવી હતી.

ડો. કાપડિયાએ સુપરવાઇઝર અને ટીબી ઓફિસર્સ, લેબ, લેબ ટેક્નીશિયન્સ સાથે બેઠક કરી અને કેસ-ફાઈન્ડિંગ અને ડોટ્સ કામગીરીની સમીક્ષા કરી. આ ઉપરાંત ટીબી અંગે જાગૃતિ અભિયાન, સક્રિય કેસ અંગે સમુદાય આધારિત સક્રિયતા વધારવા માટે ચર્ચા કરી અને લોક આરોગ્યને વધુ મજબૂત કરવા પ્રયત્ન વધારવા પર ભાર મૂકવા અપીલ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande