

મહેસાણા, 3 ડિસેમ્બર (હિ.સ.) ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કરસનભાઈ પ્રજાપતિ વિદ્યા સંકુલ અંતર્ગત શેઠ C.N. ઉચ્ચતર માધ્યમિક શાળા અને K.M. કોઠારી હાઈસ્કૂલ સતલાસણામાં સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સચેત બનાવવા આ મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરાયું.
કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના મેનેજર દર્શકભાઈ રાવલે વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. તેમણે મોબાઇલમાં APK ફાઇલ્સ ડાઉનલોડ ન કરવાના ગંભીર જોખમો સમજાવ્યા. કોઈ અજાણી વ્યક્તિ OTP માંગે તો તે બિલકુલ ન આપવા અંગે વિશેષ ચેતવણી આપી. સાથે જ અજાણી એપ્લિકેશન્સ, શંકાસ્પદ મેસેજો, લિંક્સ અથવા ‘પૈસા પરત’ જેવા પ્રલોભનો પર તરત જ વિશ્વાસ ન કરવાની સલાહ આપી.
ધવલભાઈએ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને, તો વિલંબ કર્યા વગર રાષ્ટ્રીય હેલ્પલાઇન 1930 પર કોલ કરવો જરૂરી છે જેથી નુકસાન અટકાવી શકાય.
આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય D.D. પટેલના માર્ગદર્શન હેઠળ બાબુભાઈ પ્રજાપતિ દ્વારા સફળતાપૂર્વક ગોઠવવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR