

પાટણ, 3 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં ડીંડરોલ–મામવાડા રોડના રીસરફેસિંગ, સ્ટ્રક્ચર કામ અને ગામતળમાં સી.સી. રોડ સહિતના વિકાસ કાર્ય પ્રગતિ પર છે. 3.50 કિલોમીટર લાંબા આ માર્ગના સુધારણા માટે રાજ્ય સરકારે 01/07/2025ના પત્ર દ્વારા ₹425 લાખની વહીવટી મંજૂરી આપી છે. માર્ગ અને મકાન વિભાગના સિદ્ધપુર પેટા વિભાગ હેઠળ રોડ ફર્નિશિંગ સહિતની કામગીરી ચાલુ છે.
આ પ્રોજેક્ટ છેલ્લા સાત વર્ષથી એમ.ડી.આર./ઓ.ડી.આર. માર્ગોને સમતલ કરી સુધારણા લાવવાના હેતુથી હાથ ધરાયો છે. વિભાગ દ્વારા 18/04/2024એ ઇજારદાર વિનય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. હાલમાં રોડ ડિસમૅન્ટલિંગ અને સાઇટ ક્લિયરિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને નિર્ધારિત સમયમર્યાદા મુજબ પ્રગતિ કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રોજેક્ટ 06/03/2026 સુધી પૂર્ણ કરવાનો આયોજન છે.
ડીંડરોલ–મામવાડા માર્ગ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વચ્ચેનો મહત્વનો જોડણી માર્ગ છે. આ સુધારણા કાર્ય પૂર્ણ થયા બાદ સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ, મામવાડા, કાકોશી સહિતના ગામોને પરિવહનની વધુ સુગમ સુવિધા મળશે, જેના કારણે મુસાફરી અને માલવહનની વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ