
પોરબંદર, 3 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના રાતીયા ગામે નશાખોર શખ્સને ગાળો બોલવાની ના પાડતા પ્રૌઢ પર લાકડી વડે હુમલો કરી કર્યો હતો. રાતીયા ગામે રહેતા ભુપતગર કાનગર ગોસાઈ નામના પ્રૌઢની ઘરની બાજુમા આવેલા દુકાન પાસે નશો કરવાની આદત ધરાવતા દીપુ કારા ઓડેદરા નામનો શખ્સ ગાળો બોલતો હોય તેમને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા દીપ ઓડેદરાએ ભુપતગર ગોસાઈ પર લાકડી વડે હુમલો કરી અને માથાના ભાગે ઈજા પહોચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે માધવપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya