
જામનગર, 3 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરના પ્રકૃતિ પ્રેમી અને પ્રજાવત્સલય રાજવી જામસાહેબની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓની આગામી 5 દિવસની એપોઇન્ટમેન્ટ રદ કરી દેવામાં આવી છે હવે જામસાહેબ મંગળથી શુક્ર સવારે 10-12 અને સાંજે 4-5 વાગ્યે જ મળશે. તેવું સત્તાવાર રીતે સંદેશ દ્વારા જણાવાયું છે.
જામનગરના યુવરાજ અજયસિંહજી જાડેજા દ્વારા આજે 3 ડિસેમ્બર 2025ના રોજ સતાવાર પત્ર દ્વારા સંબંધિત વ્યક્તિઓને જાણ કરાયેલ જાહેર કરાયેલ વિગત અનુસાર જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમની આજની અને આગામી પાંચ દિવસની તમામ એપોઇન્ટમેન્ટ રદ કરાય છે. હવે પછી મંગળવારથી શુક્રવાર સુધી સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 4 થી 5 વાગ્યા સુધી જ એપોઇન્ટમેન્ટ મંજૂર કરવામાં આવશે.
જામસાહેબ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ સંદેશમા જણાવાયા અનુસાર સંબંધિત વ્યક્તિઓને જણાવવામાં આવે છે કે, થોડી ચિંતાજનક તબિયતને કારણે, આજ અને આગામી પાંચ (5) દિવસ માટેની બધી એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી છે. હવે પછી ફક્ત મંગળવારથી શુક્રવાર સુધી સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 4 થી 5 વાગ્યા સુધી જ એપોઇન્ટમેન્ટ મંજૂર કરવામાં આવશે. આ સિવાયના દિવસો કે સમયમાં મુલાકાત આપી શકાશે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt