સિદ્ધપુરમાં નકલી નોટો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, એક આરોપીને ધરપકડ કરવામાં આવી, એક ફરાર
પાટણ, 3 ડિસેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં નકલી ચલણી નોટો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડો પાડી 20, 100 અને 500 રૂપિયાની કુલ 1,945 નકલી નોટો, પ્રિન્ટર, પેપર કટર અને વાહન સહિત કુલ ₹5,11,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.
સિદ્ધપુરમાં નકલી નોટો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ


સિદ્ધપુરમાં નકલી નોટો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ


સિદ્ધપુરમાં નકલી નોટો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ


પાટણ, 3 ડિસેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં નકલી ચલણી નોટો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડો પાડી 20, 100 અને 500 રૂપિયાની કુલ 1,945 નકલી નોટો, પ્રિન્ટર, પેપર કટર અને વાહન સહિત કુલ ₹5,11,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. એક આરોપીને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેનો સાથીદાર ફરાર છે.

કાર્તિકી પૂર્ણિમાના મેળા દરમિયાન નકલી નોટો ફરતી હોવાની રજૂઆત વેપારીઓએ પાટણના પોલીસ અધિક્ષકને કરી હતી. રજૂઆત બાદ એસપી વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી. LCB ટીમને બાતમી મળી કે સિદ્ધપુરના અલમોમીન પાર્ક નજીક રહેતા મહમંદયાસીન અબ્દુલકદીર સૈયદ અને તેના મિત્ર મુસ્તકીમ ઉર્ફે મુસા મલેકે મળીને નકલી નોટો બનાવવાનો કાવતરું રચ્યું છે અને તે બજારમાં ફેરવી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસએ રેડ કરી મહમંદયાસીનના મકાનમાંથી 500ની 961, 100ની 981 અને 20ની 3 નોટ સહિત કુલ ₹5,78,660ની નકલી નોટો મળી આવી. મોબાઈલ ફોન, કલર પ્રિન્ટર, પેપર કટર, કાગળની પટ્ટીઓ, ઝિપલોક થેલીઓ, વાહન અને શંકાસ્પદ પાવડર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત થયો. નોંધનીય છે કે રેડ દરમ્યાન આરોપી નકલી નોટોની છપાઈ કરતા ઝડપાયો હતો.

પોલીસે મહમંદયાસીનની ધરપકડ કરી છે અને ફરાર આરોપી મુસ્તકીમ મલેકને પકડવા માટે વધુ તપાસ તેજ કરી છે. બંને સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાહેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande