રાજ્ય ઝોન કક્ષા સાહસિક પ્રવૃતિઓની તાલીમ શિબિરમાં રેડ ક્રોસ દ્વારા પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી
ગીર સોમનાથ, 3 ડિસેમ્બર (હિ.સ.) : રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ - ગાંધીનગર, કમિશનર, રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર સોમનાથ જિલ્લા આયોજિત ઝોન કક્ષા સાહસિક પ્રવૃતિઓની તાલીમ વેરાવળ સોમનાથ ખાતે ગ
પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી


ગીર સોમનાથ, 3 ડિસેમ્બર (હિ.સ.) : રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ - ગાંધીનગર, કમિશનર, રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર સોમનાથ જિલ્લા આયોજિત ઝોન કક્ષા સાહસિક પ્રવૃતિઓની તાલીમ વેરાવળ સોમનાથ ખાતે ગીર સોમનાથ જિલ્લાના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના અધિકારી હરેશ મકવાણાના સંકલન હેઠળ વિવિધ તાલીમ યોજવામાં આવેલ. જેમાં આજરોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી - ગીર સોમનાથ દ્વારા પ્રાથમિક સારવાર અને બેઝિક લાઇફ સપોર્ટની તાલીમ તેમજ મેન્ટલ હેલ્થ અવેરનેસ સેશન આપવા રેડક્રોસ વતી ચેરમેન એમિરેટસ કિરીટ ઉનડકટના માર્ગદર્શન હેઠળ જોઇન્ટ સેક્રેટરી અનિષ રાચ્છ, ડૉ. તન્વી વૈષ્ણવ અને સહાયક લક્ષ્મણ સિંઘલ સહિત ટીમનું રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના અધિકારી હરેશ મકવાણા એ સ્વાગત કર્યુ હતું.

આ તકે સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરથી પધારેલ તાલીમાર્થી - વિધાર્થીઓને પ્રાથમિક સારવાર સહિત રક્તસ્ત્રાવ અટકાવવો, ચક્કર આવવા, ઈમરજન્સી સેવાઓ અને હાર્ટ એટેક માટે CPR ની તાલીમ ઉપરાંત મનોબળ મજબૂત કરવા મેન્ટલ હેલ્થ અંગે પણ સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ સેન્ટ મેરી સ્કુલ વેરાવળ ખાતે યોજાયો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande