ખેલ મહાકુંભ – સુત્રાપાડાના દ્રવ્ય જાદવે જુડો સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેળવ્યો પ્રથમ ક્રમ
ગીર સોમનાથ 3 ડિસેમ્બર (હિ.સ.) રાજ્ય સરકારના ખેલ મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા મુકામે આવેલ વી.વી. મંદિર ખાતે જુડોની જિલ્લા કક્ષાની ભવ્ય સ્પર્ધાનો સફળ આયોજન કરવામાં આવ્યો હતો. જુદા જુદા વજનગટના યુવાનો વચ્ચે ઉત્સુકતા અને ઉત્તેજનાથી ભરપૂર મુકાબલ
ખેલ મહાકુંભ – સુત્રાપાડાના


ગીર સોમનાથ 3 ડિસેમ્બર (હિ.સ.) રાજ્ય સરકારના ખેલ મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા મુકામે આવેલ વી.વી. મંદિર ખાતે જુડોની જિલ્લા કક્ષાની ભવ્ય સ્પર્ધાનો સફળ આયોજન કરવામાં આવ્યો હતો. જુદા જુદા વજનગટના યુવાનો વચ્ચે ઉત્સુકતા અને ઉત્તેજનાથી ભરપૂર મુકાબલો જોવા મળ્યો હતો.

આ સ્પર્ધામાં 55 થી 60 કિલોગ્રામ વજનગટમાં સુત્રાપાડા તાલુકાના કારડીયા રાજપૂત સમાજના પ્રતિભાશાળી યુવાન દ્રવ્ય હરેશભાઈ જાદવે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. દ્રવ્યએ પોતાની ચપળતા, કૌશલ્ય અને શક્તિના સમન્વય સાથે શ્રેષ્ઠ ખેલવૃત્તિ દાખવીને પોતાના પરિવાર, સમાજ, સુત્રાપાડા તાલુકા તથા સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે.

યુવાન ખેલાડીએ જિલ્લા સ્તરે વિજય મેળવનાર પોતાના પ્રતિભા અને મહેનતનો પરચો આપ્યો છે અને હવે તે રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તેની આ ઉપલબ્ધિ સ્થાનિક ક્રીડા રસિકો, સમાજજનો તેમજ શિક્ષણ-ક્રીડા જગતમાં આનંદ અને ગૌરવનો વિષય બની છે.

દ્રવ્ય જાદવના માર્ગદર્શન અને તાલીમ માટે પ્રયત્નશીલ રહેલા કોચ અને પરિવારજનોની ભૂમિકા પણ પ્રશંસનીય રહી છે. આવા યુવા ખેલાડીઓ ગ્રામ્ય વિસ્તારના ટેલેન્ટને ઉજાગર કરી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડી શકે છે તેવું આ સ્પર્ધાએ સાબિત કર્યું છે.

ખેલ મહાકુંભ જેવી યોજનાઓ યુવાનોમાં ક્રીડા પ્રત્યેનું વલણ વધારવામાં અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. દ્રવ્ય જાદવને જિલ્લા સ્તરે પ્રાપ્ત થયેલી સિદ્ધિ માટે હાર્દિક અભિનંદન અને આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande