વેરાવળના યુવાને ખારવા સમાજનું ગૌરવ વધારતા, હિતાંશુ વિમલભાઈ ફોફંડીનું સન્માન
-હિતાંશુ વિમલભાઈ ફોફંડીને વેરાવળ સમસ્ત ખારવા સમાજના, પટેલ જીતુ કુહાડા તથા અધ્યક્ષ કિશોર કુહાડા દ્વારા, ફૂલહાર તેમજ મોઢું મીઠું સન્માન કરવામાં આવ્યું ગીર સોમનાથ 3 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ આગામી ડિસેમ્બર થી ટીમ હરિયાણા ના હિસાર ખાતે નેશનલ ટુ
ફૂલહાર તેમજ મોઢું મીઠું સન્માન કરવામાં આવ્યું


-હિતાંશુ વિમલભાઈ ફોફંડીને વેરાવળ સમસ્ત ખારવા સમાજના, પટેલ જીતુ કુહાડા તથા અધ્યક્ષ કિશોર કુહાડા દ્વારા, ફૂલહાર તેમજ મોઢું મીઠું સન્માન કરવામાં આવ્યું

ગીર સોમનાથ 3 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ આગામી ડિસેમ્બર થી ટીમ હરિયાણા ના હિસાર ખાતે નેશનલ ટુર્નામેન્ટ રમવા જશે: પોરબંદરના દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તાલીમ આપવામા આવી છે.

નેશનલ સ્કૂલ ગેમ અંતર્ગત ગુજરાત રાજ્ય ની તમામ સ્કૂલો માંથી લગભગ 3 મહિના સુધી ચાલેલી પ્રક્રિયા બાદ અંતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી 16 ખેલાડીઓનું ચયન કરવામાં આવ્યું હતુ તેમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના ગૌરવ હિતાંશુભાઈ વિમલભાઈ ફોફડી સિલેક્શન કરવામાં આવ્યું હાલ છેલ્લા 15 દિવસથી પોરબંદર ખાતે દિલીપ ક્રિકેટ સ્કૂલ ના ગ્રાઉન્ડ પર ક્રિકેટકોચ મહિપાલસિંહ જેઠવા અને મેનેજર સંદીપ ચૌહાણ દ્વારા પ્લેયર ને આકરી ટ્રેનિંગ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ અને SGFI U 19 ક્રિકેટ ટીમ ગુજરાતની પસંદગી કરવામા આવી છે.

આ ટીમ આગામી ડિસેમ્બર થી ટીમ હરિયાણા ના હિસાર ખાતે નેશનલ ટુર્નામેન્ટ રમવા જઈ રહી છે ત્યારે ટીમ ગુજરાત ને રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોર કુહાડા અને સમસ્ત ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુ કુહાડા શુભ કામનાઓ પાઠવી છે. આ ટીમના કોચ તરીકે મહિપાલસિંહ જેઠવા, મેનેજર તરીકે સંદીપ ચૌહાણ જોડાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande