
ગીર સોમનાથ, 3 ડિસેમ્બર (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા એ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે મિલ્કત સબંધી ડીટેકશન કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને પોલીસ અધિક્ષ જયદીપસિંહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ.એસ.વી.રાજપુત તથા પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયાની રાહબરી હેઠળ એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. હરેન્દ્રસિંહ ગોહીલ તથા પો.કોન્સ. ઇમ્તિયાઝભાઇ ઓઠાને મળેલ બાતમી હકીકત આધારે કોડીનાર પો.સ્ટે. ખાતે ઇ.એફ.આઇ.આર નં.૨૦૨૫૧૨૦૧૯૦૧૪૪૬ મુજબ મોબાઇલ ચોરીની ફરીયાદ દાખલ હોય જે કામે નીચે જણાવેલ વિગત મુજબના ઇસમને ચોરી થયેલ મોબાઇલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ભરત રાણાભાઇ (ધંધો મજુરી, રહે. ધામળેજ) ને પકડેલ છે.
- કબ્જે કરેલ મુદામાલ:- (૧) વીવો કંપનીનો Y-58 મોબાઇલ -૦૧ કી.રૂ.૧૦,૦૦૦/-
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ